આજરોજ બીલીમોરા જી.આઇ. ડી.સી. ઇન્ડ. એસો. અને હરિયાળી ગૃપ, બીલીમોરા દ્વારા ગતવર્ષે વિકસાવવામાં આવેલ "જૈવ વૈવિધ્ય મિયાવાકી જંગલ" ને એક વર્ષ પૂર્ણ થતાં આ જંગલના જન્મદિવસની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી અને hariyali.net વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે પ્રકૃતિ નાં સંરક્ષણ માટે technolojy નાં ઉપયોગની નવી દિશા ખોલશે.

અહીં ત્રણ ઘટના બની જે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે.૧. આખા વિશ્વમાં આપણું જંગલ bio diversity miyawaki forest એકમાત્ર હશે...૨. પ્રકૃતિને ( જંગલ) શિક્ષક તરીકે સ્થાપિત કરી એનું પૂજન કરી શિક્ષક દિન ઉજવવાની ઘટના અને ૩. પૂજય દાદા( પાંડુરંગ આઠવલે) નાં સૂત્ર " છોડમાં રણછોડ" ની ધરોહર ને આગળ વધારી આપણે જંગલની Birthday ઉજવી એ પણ એક ઐતિહાસિક ઘટના કહી શકાય.

સમગ્ર કાર્યક્રમ ની સફળતા નાં હકદાર સંપૂર્ણ હરીયાળી ટીમ અને જીઆઈડીસી, આંતલિયા ની ટીમ છે.સાથે સાથે આટલા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણઆપણા ધારાસભ્ય અને મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની અસરકારક હાજરી એ પર્યાવરણ બાબતે સરકારની સંવેદનશીલતા અને સજાગતા દર્શાવે છે.... આવનારા સમય માં આવા કાર્યક્રમો દેશ નાં sustainable development માટે ખૂબ ફાયદાકારક રહેશે અને global warming અને climate change જેવા વૈશ્વિક ખતરા સામે લડવા માટે એક નવો આશાવાદ જાગૃત કરશે.

અહીં એક વાત વિદિત છે કે આ જંગલ બનાવવા જીઆઈડીસી association Antalya, bilimora નો ખૂબ ખૂબ આભાર અને સમગ્ર પ્રોજેક્ટ નાં મુખ્ય દાતા નીતિનભાઈ મહેતા ને કેમ ભૂલી શકાય ? દાતાઓ ઘણા છે અને દાન નાં પ્રકારો પણ વિવિધ છે પણ પ્રકૃતિ પ્રેમ ને લઈને જંગલ બનાવવા દાન આપવું એ અપૂર્વ ઘટના કહી શકાય ..સાથે સાથે આ miywaki forest ને નીતિન ભાઈની પત્ની સ્વ.ગીતાબેન ની યાદ માં " ગીતા વન" નામકરણ કરવામાં આવ્યું .

Rs. 5000 Donation to Hariyali Group Bilimora.

Our Recent Plantation
Lions Club
Bilimora Nagarpalika
Small Tree Pot

Copyright© Hariyali 2024. All right reserved.

Design & Developed By: Technoheaven Consultancy